‘અંધકાર દૂર કરવાનો મારો યજ્ઞ એટલે જ શ્રીમદ્પુરુષાર્થ’ આ શબ્દોમાં સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુએ શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ વિષેની ભૂમિકા ગ્રંથરાજના દરેક ખંડની શરુઆતમાં જ સ્પષ્ટ કરી છે. સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુએ લખેલા ગ્રંથરાજના ત્રણ ખંડો પ્રકાશિત થઈ ચૂક્યા છે.
પ્રથમ ખંડ - સત્યપ્રવેશ
‘સત્યપ્રવેશ’ આ શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજનો પહેલો ખંડ હોવાની સાથે સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુના જીવનકાર્યને અનુસરીને ગૃહસ્થજીવનમાં રહીને પરમાર્થપ્રાપ્તિ કરવાનો રાજમાર્ગ આ ખંડ દિગ્દર્શિત કરે છે. ભક્તિ અને પુરુષાર્થનો અચૂક અર્થ સમજાવીને અધ્યાત્મ વિષેનો ભય દૂર કરીને વિવેકી, આનંદી અને સમાધાની જીવન જીવવા વિષેનું માર્ગદર્શન કરનારો આ ખંડ છે.
ઈશ્વરને દરેકની ઉપર પ્રેમ હોય જ છે, માનવે ફક્ત આ સત્યને સમજી લઈને ઈશ્વરના પ્રેમને પ્રતિસાદ આપતા એમના પ્રેમરાજ્યમાં પ્રવેશ કરવાનો હોય છે, એ જ ‘સત્યપ્રવેશ’ અમને સમજાવે છે.
દ્વિતીય ખંડ - પ્રેમપ્રવાસ
સમગ્ર વિશ્વ તથા પ્રત્યેક જીવાત્માનો પ્રવાસ અનંતકાળથી ચાલૂ જ છે. વિશ્વ હોય કે પ્રત્યેક જીવાત્મા એ બધા જેમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં રહે છે અને જેમાં લય પામે છે, એ સત્ય-પ્રેમ-આનંદનો મૂળ સ્ત્રોત એવા ઈશ્વરના પ્રેમથી પ્રેરિત થઈને ઈશ્વરની દિશા તરફ કરેલો પ્રવાસ જ આનંદમય, સફળ અને સંપૂર્ણ થાય છે.
પ્રત્યેક ભક્ત આ પ્રવાસ કેવી રીતે કરી શકે છે, એ સ્પષ્ટ કરે છે સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ લિખિત ‘પ્રેમપ્રવાસ’ આ ખંડ. આ ખંડના ‘પૂર્વરંગ’માં પરમેશ્વરની, પરમાત્માની ઓળખાણ કરાવવામાં આવી છે, તો ‘શ્રીરંગ’માં નવવિધા નિર્ધારની સહાયતા વડે ઈશ્વરનું અખંડ સામીપ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું એનું સ્પષ્ટીકરણ છે. આ ખંડમાંનો ‘મધુફળવાટિકા’ એ ત્રીજો વિભાગ શ્રીરામના શ્રધ્ધાવાન વાનરસૈનિકોનું વિશ્રામસ્થાન હોવાની સાથે આ વાટિકામાંના મધુર ઓજસ્વી મધુફળો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય આપીને શાંતી, તૄપ્તી અને સમાધાન આપનારા છે.
તૃતીય ખંડ - આનંદસાધના
પરમેશ્વરને પ્રેમ કરતા કરતા મર્યાદાશીલ ભક્તિમાર્ગ પર પ્રવાસ કરતી વખતે નિર્મળ આનંદ પ્રાપ્ત કરવા માટેનું માર્ગદર્શન ‘આનંદસાધના’ આ ખંડમાં કરવામાં આવ્યું છે. ભગવાનના ભક્તએ જીવનને આનંદમય કરવા માટે કરેલો પુરુષાર્થ એટલે ‘સાધના’. પ્રેમથી ભગવાનની નજીક જવા માટેનો ભક્તિસાધનામાંનો નામ, મંત્ર, સ્તોત્ર, યજ્ઞ, પૂજન, ઉપાસના, તપશ્ચર્યા આ સર્વ સંકલ્પનાનો અર્થ આ ખંડમાં સમજાવીને કહેવામાં આવ્યો છે. એ સાથે જ ‘પુરુષાર્થગંગા’ આ વિભાગમાં ભગવાનની ઉપર પ્રેમ કરીને અધિકાધિક પુરુષાર્થ સંપન્ન કરનાર પુરુષાર્થગંગાના પવિત્ર તીર્થનું આચમન શ્રધ્ધાવાન કરે છે અર્થાત પુરુષાર્થ વડે સમૃધ્ધ કરનારા વિચારોને અંગીકાર કરે છે.
આ આચમનમાંથી ‘આચમન ૧૭૧’ અમને શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજની માહિતી અને મહત્વ બન્ને વિશદ કરીને કહે છે -
‘પ્રવાસમાં નીકળતા પહેલા દરેક જણ પોતાના પ્રવાસની તૈયારી કરતી વખતે ટિકીટ કઢાવવાથી લઈને સાથે લઈ જવાના પૈસા, નાસ્તા-પાણીની વ્યવસ્થા, સામાન વગેરેની કાળજીપૂર્વક તૈયારીઓ કરે છે. ઉપરાંત કોઈ ઈમર્જન્સી આવે તો એની પણ વ્યવસ્થા કરી રાખે છે. આવી રીતે તૈયારીઓ કરેલાનો પ્રવાસ જ સફ્ળતાપૂર્વક સંપન્ન થાય છે. જીવનનો પ્રવાસ યશસ્વીરીતે પાર કરવા માટેનું માર્ગદર્શન એટલે શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ. જેમાં જીવનના દરેક તબક્કામાં ઉપયોગી પડનારુ સર્વ માર્ગદર્શન છે.