આવાહનં ન જાનામિ


માનવીને પોતાના જીવનમાં સંઘર્ષ કરવો પડે છે અને સંઘર્ષ સીવાય વિકાસ થઈ શકતો નથી. જીવનપથ પર અનેક ચડાવ-ઉતાર હોય છે, ક્યારેક સુખની છાયા હોય છે, તો ક્યારેક દુ:ખનો પ્રખર તાપ સહેવો પડે છે. જીવનપ્રવાસમાં માનવીને અનેકવાર અહેસાસ થાય છે કે મારા સંકાટોમાં મને આધાર આપનાર, દુ:ખમાં મારા અશ્રુ લૂંછનાર, મારા પરિશ્રમોને દાદ આપવા માટે મારી પીઠ પર ફરનાર અને આશિર્વાદના રુપમાં સદૈવ મારા માથે રહેનાર કૃપાનો એક હાથ સતત મારી સાથે છે.

આ ‘એનો’ હાથ, આ એનો આધાર, આ એનો હસ્તક્ષેપ એ બધો આ ઈશ્વરનો, સદ્‍ગુરુતત્વનો મારા પરનો લાભાવીણ પ્રેમ છે, એની અકારણ કરુણા છે અને એની અપરંપાર ક્ષમા છે. 

હું મને ફાવે એ રીતે ભક્તિ કરુ છુ, મારા આચાર, વિચાર, આહાર, વિહાર કાયમ અચૂક જ હોય છે એવું પણ નથી, હું કાયમ એનું સ્મરણ પણ કરતો નથી ; પણ એ છતાં એ મને ભૂલતો નથી, એનો પ્રેમ, એની કૃપા, એની સહાયતા આ બધા સાથે એ અખંડ મારી સાથે હોય છે. પણ આ ઈશ્વરની સાથે વાત કેવી રીતે કરવી, આવાહન કેવી રીતે કરવું, એનું પૂજન કેવી રીતે કરવું, એને કેવી રીતે પ્રાપ્ત કરવો અને સૌથી મહત્વનું એટલે એના ચરણે કૃતજ્ઞતા કેવી રીતે વ્યક્ત કરવી એ બધુ ભક્ત જાણતો નથી હોતો અને અહીં જ ભક્તનો સંવાદ શરુ થાય છે, આ ઈશ્વરની સાથે, આ સદ્‍ગુરુતત્વની સાથે. 



‘આવાહનં ન જાનામિ’ આ પુસ્તકની શરુઆતમાં સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ લખે છે - ‘આ અવાજ છે એક ભક્તનો, નામ લેનાર ભક્તનો, પૂજા અર્ચના કરનાર ભક્તનો, એકાંતમાં રહેતો, તેમજ લોકોમાં રહીને સાધના કરનારનો. આ છે આર્તતા એક બાળકની, પોતાની માતા તરફ દોડી જનારા. આ સાદ છે પ્રત્યેકનો, અંદરથી આવેલો, તદ્દન હદયના ઉંડાણમાંથી આવેલો અને એ અનંત તરફ દોડી જતો. 

‘આવાહનં ન જાનામિ’ આ પુસ્તક વાંચનાર દરેક ભક્તને લાગે છે કે આ તો મારી જ અત્યારની સ્થિતી છે, આ મારી જ ભાવનાઓ છે, આ જ તો મારા મનના વિચારો છે. દરેક ભક્તને પોતાના મનની ભાવનાઓ વ્યક્ત કરીને પોતાના ઈશ્વર સાથે સંવાદ સાધવાની ઈચ્છા હોય છે અને ‘આવાહનં ન જાનામિ’ આ પુસ્તક આ જ ભૂમિકા પ્રસ્તુત કરે છે. 

એવી જ રીતે અત્યારની મારી સ્થિતીમાંથી ઉપર ઉઠીને આ ઈશ્વરને પ્રાપ્ત કેવી રીતે કરી શકાય અને એ માટે એના પ્રેમનો સ્વીકાર કરીને એનો પ્રેમ એને આપીને પ્રવાસ કેવી રીતે કરવો એ પણ ‘આવાહનં ન જાનામિ’ સ્પષ્ટ કરે છે અને માટે જ ‘આવાહનં ન જાનામિ’ આ પુસ્તક એટલે ભક્તનો ભગવાન સાથેનો સંવાદ છે, ઉપરાંત ભકતનો એના ‘સ્વ’ સાથે થનારો સંવાદ છે. 

‘આવાહનં ન જાનામિ’ આ પુસ્તક ભક્તને એના ભક્તિમાર્ગના પ્રવાસ માટે આશ્વાસન આપે છે, આધાર આપે છે, દિશા આપે છે, ગતી આપે છે અને પ્રવાસ માટેનું માર્ગદર્શન પણ આપે છે.