શ્રીરામરસાયન

સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ લિખિત ‘શ્રીરામરસાયન’ આ ગ્રંથ સકલ અને પ્રાસાદીક રામાયણ છે. 

આ ગ્રંથ પ્રભુ શ્રીરામચંદ્રનું માત્ર જીવનચરિત્ર નથી પરંતુ એમની સાથે જોડાયેલા વિવિધ વ્યક્તિત્વોના પણ વિવિધ પહેલુઓ બતાવે છે, જેનાથી મારી ભૂમિકા જીવનમાં શું હોવી જોઈએ એ સ્પષ્ટ થાય છે. સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુએ ‘રામાયણ’ જેવા મહાન પવિત્ર ગ્રંથમાંનો સાર અને સત્વ શ્રધ્ધાવાનો માટે સહજ, સુંદર અને મર્યાદીત શબ્દોમાં, સચિત્ર આ ગ્રંથ સ્વરુપમાં ખૂલો કરી આપ્યો છે. 

આ ગ્રંથ માનવીના જીવનમાંથી દુષ્પ્રારબ્ધરુપી અહંકારી રાવણનો નાશ કરવા માટે, તેમજ રામના ભક્તિભાવ ચૈતન્યમાં રહીને એના દ્વારા પોતાના જીવનમાં ઉચિત બદલાવ લાવવા માટેનો એક સહજ અને સહેલો આધ્યાત્મિક માર્ગ બતાવે છે.