માતૃવાત્સલ્યવિંદાનમ

માતૃવાત્સલ્યવિંદાનમ અર્થાત માતરૈશ્વર્યવેદ:

આ ગ્રંથ એટલે શ્રીગુરુ દત્તાત્રેય અને પરશુરામ એ ગુરુશિષ્યના સંવાદમાંથી નિર્માણ થયેલ આદિમાતા ચણ્ડિકાના ત્રિધા સ્વરુપનું એટલે જ આદિમાતા ગાયત્રી, આદિમાતા મહિષાસુરમર્દિની અને આદિમાતા અનસૂયાનું સહેલું અને સુલભ ચરિત્ર. 


સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ આ ગ્રંથ વિશે લખે છે, "આ ગ્રંથ પણ છે, આ ગુણસંકીર્તન પણ છે, આ જ્ઞાનગંગા છે, આ ભક્તિભાગીરથી પણ છે અને આદિમાતાનું આખ્યાન તો છે જ છે. પરંતુ એ બધાથી પર આ મારી આદિમાતાનું શુભંકરા અને અશુભનાશિની સ્વરુપ છે, વાત્સલ્ય છે અને વરદાન પણ છે."


માતૃવાત્સલ્ય - ઉપનિષદ્‍ અર્થાત શ્રીસ્વસ્તિક્ષેમવિદ્યા 

આ ગ્રંથ એટલે આદિમાતા ચણ્ડિકાની અનંત ક્ષમા, પોતાપણુ અને અપરંપાર વાત્સલ્ય. સર્વ શંકા, કુશંકા, તર્ક, કુતર્ક, ભય અને વિષાદ આ ઉપનિષદના પઠણથી કાયમના નાશ પામે છે. 



આ ઉપનિષદ સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધએ કરેલી ’સ્વસ્તિક્ષેમ તપશ્ચર્યા' નું ફળ છે, જે એમણે પોતાના શ્રધ્ધાવાન મિત્રો માટે ખુલ્લુ કર્યું છે. સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધએ કહ્યાં પ્રમાણે આ વાત્સલ્ય ગ્રંથની પારાયણ પધ્ધતિ નથી, આ ઉપનિષદ્‍ પ્રેમપૂર્વક અને વિશ્વાસથી વાંચવાનું છે અને ફાવે એ રીતે વાંચતા રહેવાનું છે. ચણ્ડિકાનું પ્રત્યેક શસ્ત્ર શ્રધ્ધાવાનના જીવનમાં કેવી રીતે કાર્ય કરે છે એ આ ગ્રંથના વાંચનથી અનુભવવા મળે છે.